Video: અમૃતસરમાં CM ભગવંત માન

અમૃતસરમાં મુખ્યમંત્રી ભગવંત માને ગુરુ નાનક દેવ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તરનતારન બસ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ઘાયલોની સ્થિતિ અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી. તેમણે દર્દીઓની સારવારમાં કોઈ કચાશ ન રહે તે માટે આરોગ્ય વિભાગને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ ઘાયલોના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી પણ મુખ્યમંત્રીએ આપી હતી.
જાહેરાત







