Video: કોલકાતામાં અભિષેક બેનર્જીના નિવાસસ્થાન સામે વહીવટી તંત્રએ દબાણ હટાવવાની કાર્યવાહી કરી

સોર્સ: gstv

પશ્ચિમ બંગાળના કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીના પટુઆપારા સ્થિત નિવાસસ્થાનની સામે ફૂટપાથ પરથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરીને ફૂટપાથ પર કરવામાં આવેલું કામચલાઉ દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ TMC સમર્થકો દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તંત્રની કાર્યવાહી બાદ ફૂટપાથને રાહદારીઓ માટે ખુલ્લો કરવામાં આવ્યો છે. અભિષેક બેનર્જીના નિવાસસ્થાન સામે જ દબાણ હટાવવાની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત