Video: નેહરુ માર્કેટમાં ભીષણ આગ

જમ્મુના નેહરુ માર્કેટ વેરહાઉસમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વેપારીઓને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને પીડિત વેપારીઓ સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. તેમણે સ્થાનિક તંત્ર પાસેથી રાહત કામગીરી અંગે માહિતી મેળવી હતી અને અસરગ્રસ્તોને શક્ય તમામ સરકારી સહાય પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું. અગ્નિશામક ટીમોએ ભારે જહમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
જાહેરાત







