Video: ગુરુગ્રામ વહીવટીતંત્રે વાયુ પ્રદૂષણ નિયંત્રણના આદેશોનું ઉલ્લંઘન કરતી ખાનગી વ્યાવસાયિક સંસ્થાઓને શો-કોઝ નોટિસ ફટકારાઈ

સોર્સ: gstv

કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટના નિર્દેશોને પગલે ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનરે ૩ નવેમ્બરના રોજ ૫૦ ટકા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત કરતો આદેશ જારી કર્યો હતો. આ આદેશ બાદ બાદશાહપુરના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલા અચાનક સરપ્રાઈઝ ઇન્સ્પેક્શનમાં ગોલ્ફ કોર્સ રોડ પર આવેલી બે જાણીતી ફર્મમાં નિયમોનું ઉલ્લંઘન પકડાયું હતું. તપાસ દરમિયાન એક ઓફિસમાં ૧૧૭માંથી ૮૭ અને બીજી ઓફિસમાં ૨૬૨માંથી ૧૬૦ કર્મચારીઓ ભૌતિક રીતે હાજર મળી આવ્યા હતા, જેને લઈને વહીવટીતંત્રે આ કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત