IND U19 vs NEP U19 / સેહવાગના પુત્ર આર્યવીરની શાનદાર ઈનિંગે ભારતને 10 વિકેટથી જીત અપાવી, પહેલી મેચમાં નેપાળને હરાવ્યું

IND U19 vs NEP U19 / સેહવાગના પુત્ર આર્યવીરની શાનદાર ઈનિંગે ભારતને 10 વિકેટથી જીત અપાવી, પહેલી મેચમાં નેપાળને હરાવ્યું
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ટીમ ઈન્ડિયાએ અંડર-19 એશિયા કપ 2026માં નેપાળ સામે પોતાની પહેલી મેચ રમી. ટીમ ઈન્ડિયાએ શુક્રવારે (6 નવેમ્બર) અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ (મિનિસ્ટ્રી ટર્ફ 1) ખાતે 10 વિકેટથી ભવ્ય વિજય મેળવ્યો. વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરે પ્રભાવશાળી ઈનિંગ રમીને ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પ્રથમ બેટિંગ કરતા નેપાળ 42.3 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ 19.1 ઓવરમાં 129 રન બનાવીને વિજય મેળવ્યો.

આર્યવીરે 52 બોલમાં અણનમ 70 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. તેનો સ્ટ્રાઇક રેટ 134.62 હતો. તેની સાથે ઈનિંગ શરૂ કરનાર કેપ્ટન લક્ષ્ય રાજેશ રાયચંદાનીએ 63 બોલમાં 53* રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. બંને ખેલાડીઓએ પહેલી વિકેટ માટે 115 બોલમાં 129 રનની અતૂટ પાર્ટનરશિપ કરીને ટીમને એકતરફી વિજય અપાવ્યો.

જાહેરાત

આર્યવીર સેહવાગ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ ન જીતી શક્યો

સૌથી મોટી ઈનિંગ રમનાર આર્યવીર સેહવાગ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ ન જીતી શક્યો. ફાસ્ટ બોલર ઈશાન સૂદે ઈકોનોમિકલ બોલિંગ કરી, 10 ઓવરમાં ત્રણ વિકેટ લીધી 1.80ના ઈકોનોમી રેટથી માત્ર 18 રન આપ્યા. ઈશાને ચાર મેઇડન ઓવર ફેંકી. અર્જુન રાજપૂતે પણ ત્રણ વિકેટ લીધી, પરંતુ તેણે માત્ર પાંચ ઓવર ફેંકી. પૂરી દસ ઓવર ફેંકવા બદલ ઈશાનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.

નેપાળની બેટિંગ નબળી હતી. ટીમમાંદર્શ સોનારનો સૌથી વધુ સ્કોર 43 રન હતો. અન્ય કોઈ બેટ્સમેન 30 રનના આંકડા સુધી પણ ન પહોંચ્યો. કુલ આઠ બેટ્સમેન બે આંકડા સુધી ન પહોંચી શક્યા. જેમાંથી ચાર, શૂન્ય રન પર આઉટ થયા. ભારતની બોલિંગ ઉત્તમ હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત