ચૂંટણી કમિશનરોને મળેલા આજીવન રક્ષણ સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: મોદી સરકાર અને ચૂંટણી પંચને ફટકારી નોટિસ

ચૂંટણી કમિશનરોને મળેલા આજીવન રક્ષણ સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: મોદી સરકાર અને ચૂંટણી પંચને ફટકારી નોટિસ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને અન્ય ચૂંટણી કમિશનરો (ECs)ને ફરજ દરમિયાન લીધેલા નિર્ણયો માટે કોઈપણ પ્રકારની સિવિલ કે ક્રિમિનલ કાર્યવાહી સામે મળેલા આજીવન કાનૂની સંરક્ષણને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે. આ મામલે સર્વોચ્ચ અદાલતે ગંભીર વલણ અપનાવીને કેન્દ્ર સરકાર તેમજ ભારતીય ચૂંટણી પંચ (ECI)ને નોટિસ જારી કરી જવાબ માગ્યો છે.

આ અરજીમાં 'મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર્સ અધિનિયમ, 2023' (CEC and Other Election Commissioners Act, 2023)ની કલમ ૧૬ (Section 16)ની બંધારણીય માન્યતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

જાહેરાત

કલમ ૧૬ સામે કેમ વિરોધ?

૨૦૨૩ના આ નવા કાયદાની કલમ ૧૬ હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનર કે ચૂંટણી કમિશનરોએ તેમની સત્તાવાર ફરજ દરમિયાન લીધેલા કોઈપણ પગલાં કે નિર્ણય સામે નિવૃત્તિ પછી પણ જીવનભર કોઈ દીવાની (Civil) કે ફોજદારી (Criminal) કેસ દાખલ કરી શકાતો નથી. અરજદારની દલીલ છે કે આ જોગવાઈ બંધારણના સમાનતાના અધિકાર (કલમ ૧૪)નું ઉલ્લંઘન કરે છે અને ચૂંટણી તંત્રની જવાબદેહી (Accountability)ને ખતમ કરે છે.

કોઈપણ બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિને કાયદાથી ઉપર રાખીને સંપૂર્ણ મુક્તિ આપી શકાય નહીં તેવી રજૂઆત સાથે આ કલમને રદ કરવાની માગણી કરવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે કેન્દ્ર અને ચૂંટણી પંચનો પક્ષ સાંભળ્યા બાદ આગળની સુનાવણી હાથ ધરશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત