Video: અગ્નિવિરો માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

સોર્સ: gstv

ભારતીય સૈન્યમાં નિષ્ઠાથી પોતાની ફરજ બજાવતા અગ્નિવીરો માટે સેવાની મુદ્દતમાં વધારો કરાયો છે. તેમને હવે 4 વર્ષને બદલે 6 વર્ષ સુધી સેવા કરવાની તક મળશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એનએસ રાજા સુબ્રમણીએ બુધવારે અગ્નિવીરોની સેવા અવધિ બે વર્ષ વધારવાની જાહેરાત કરી. ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા 75 ટકા અગ્નિવીરોને 2 વર્ષની વધારાની સેવા અવધિ આપવામાં આવશે. ત્યારબાદ સેનામાં યથાવત રહેવા ઇચ્છુક અગ્નિવીરો નિર્ધારિત પસંદગી પ્રક્રિયા હેઠળ સશસ્ત્ર દળોમાં ભરતી થઈ શકશે. CDSના જણાવ્યા મુજબ, વધુ સારું પ્રદર્શન કરનારા અગ્નિવીરોને કાયમી નોકરીની તક મળશે. એક્સટેન્શન મેળવનારાઓને વધારેલો પગાર અને ભથ્થાં પણ આપવામાં આવશે. હાલમાં દેશની ત્રણેય સેનાઓમાં આશરે 3 લાખ 18 હજાર અગ્નિવીરો સેવા આપી રહ્યા છે. અગ્નિપથ યોજના 14 જૂન 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત થલસેના, વાયુસેના અને નૌસેનામાં યુવાનોની ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવતી હતી, જો કે હવે આ કાર્યકાળને વધુ 2 વર્ષ વધારવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત