Video: અસમના ધુબરીમાં NH-17 પર 13 ઊંટ ભરેલી ટ્રક જપ્ત, ત્રણ શખ્સોની અટકાયત

સોર્સ: gstv

અસમના ધુબરી જિલ્લા હેઠળ આવતા અગોમોની પોલીસ સ્ટેશનની ટીમે નેશનલ હાઈવે-17 પર બેલગુરી પાસે એક શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ક્રૂરતાપૂર્વક બાંધીને ગેરકાયદેસર રીતે લઈ જવાતા 13 ઊંટ મળી આવ્યા હતા, જેના આધારે પોલીસે વાહન જપ્ત કર્યું હતું. આ મામલે ટ્રકમાં સવાર ત્રણ શખ્સોની સ્થળ પરથી જ અટકાયત કરવામાં આવી છે અને તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પશુ ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ પોલીસે ગુનો નોંધીને આ ઊંટોને ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં લઈ જવાઈ રહ્યા હતા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત