Video: થાણે જિલ્લા કોર્ટને ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં કોર્ટ ખાલી કરાવાઈ

મહારાષ્ટ્રના થાણે જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોર્ટના સત્તાવાર ઈ-મેઇલ પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો, જેમાં બપોરે 3 વાગ્યાને 11 મિનિટે બોમ્બ વિસ્ફોટ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઈ-મેઇલ અંગ્રેજીમાં ટાઇપ કરાયો હતો, પરંતુ તેમાં સંદેશ પંજાબી ભાષામાં લખવામાં આવ્યો હતો. ધમકી મળ્યા બાદ પોલીસ દ્વારા એસઓપી મુજબ કોર્ટ પરિસર ખાલી કરાવી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. કોર્ટના વિવિધ વિસ્તારોમાં ફિઝિકલ ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ડીસીપી બાલાસાહેબ પાટીલે જણાવ્યું કે અત્યાર સુધી તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
જાહેરાત







