Video: પહેલા અલનીનોનો દુષ્કાળ અને હવે મુરાસુ વાવાઝોડાનો કહેર

સોર્સ: gstv

જળવાયુ પરિવર્તનની જોવા મળી ઘાતક અસર

પહેલા અલનીનોનો દુષ્કાળ અને હવે મુરાસુ વાવાઝોડાનો કહેર

જાહેરાત

અર્નબ બાદ હવે મુરાસુ વાવાઝોડાએ બદલી નાખી દેશના ૧૧ રાજ્યોના ખેડૂતોની દિશા અને દશા!

દેશભરમાં જળવાયુ પરિવર્તનના માઠા પરિણામો હવે પ્રત્યક્ષ રીતે જોવા મળી રહ્યા છે, જેના કારણે ભારતની કૃષિ વ્યવસ્થા અને અન્નદાતાઓ પર એક પછી એક ગંભીર સંકટો તોળાઈ રહ્યા છે. આ વર્ષે અલનીનોની પ્રચંડ અસરને કારણે દેશના અનેક રાજ્યોમાં અનાવૃષ્ટિ અને દુષ્કાળ જેવી વિકટ સ્થિતિ સર્જાઈ હતી. સમયસર વરસાદ ન પડવાને કારણે પાણીની ભારે તંગી સર્જાઈ હતી અને ખેડૂતોનો ઉભો પાક પાયમાલ થઈ ગયો હતો. ખેડૂતો માંડ આ કુદરતી મારથી બહાર આવવા પ્રયાસ કરી રહ્યા હતા, ત્યાં હવે કુદરતે વધુ એક ક્રૂર મજાક કરતા અનાવૃષ્ટિ બાદ વાવાઝોડાની ભેટ ધરી છે. અર્નબ વાવાઝોડાના ગંભીર પ્રકોપની કળ વળી નથી ત્યાં જ બંગાળની ખાડીમાં સક્રિય થયેલા મુરાસુ વાવાઝોડાએ દક્ષિણ અને પૂર્વ ભારતના ૧૧ થી વધુ રાજ્યોના ખેડૂતોના જીવનની દિશા અને દશા બંને બદલી નાખી છે. ખાસ કરીને જ્યારે ખેડૂતોનો પાક પાકી ગયો હતો અને લણણીનું તબક્કું ચાલી રહ્યું હતું, બરાબર તેજ સમયે ત્રાટકેલા આ વાવાઝોડા અને ભારે વરસાદે તૈયાર પાકને ખેતરોમાં જ જમીનદોસ્ત કરી દીધો છે. અનાવૃષ્ટિથી પીડાયેલા ખેડૂતો હવે ૧૨૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતા તોફાની પવનોના કારણે બરબાદીના આરે આવી પહોંચ્યા છે.

જળવાયુ પરિવર્તનના કારણે અન્નદાતાઓની વધી મુશ્કેલી!

અનાવૃષ્ટિ બાદ હવે અતિવૃષ્ટિ અને તોફાની પવનોથી ખેતરોમાં લહેરાતો પાક થયો બરબાદ!

આ કુદરતી આપત્તિ માત્ર ખેડૂતો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેનાથી દેશની સમગ્ર અર્થવ્યવસ્થા પર ગંભીર આર્થિક જોખમ ઊભું થયું છે. જે ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને લોન લઈને પાક ઉગાડ્યો હતો, તેમને હવે પાક નષ્ટ થવાથી ભારે આર્થિક નુકસાન વેઠવાવાનો વારો આવ્યો છે. બજારમાં અનાજ અને શાકભાજીની આવક પ્રભાવિત થવાથી મોંઘવારી વધવાની સાથે ગ્રામીણ ખરીદશક્તિ પણ ઘટશે. સરકાર અને પ્રશાસન સામે આ આર્થિક નુકસાનમાંથી ખેડૂતોને બહાર લાવવા અને રાહત પેકેજ પૂરું પાડવાનો મોટો પડકાર ઉભો થયો છે.

જળવાયુ પરિવર્તનની આ અનિયમિત પેટર્ન સાબિત કરે છે કે આવનારા દિવસોમાં કૃષિ ક્ષેત્ર માટે આયોજન બદલવું કેટલું અનિવાર્ય છે. એક તરફ દુષ્કાળ અને બીજી તરફ વિનાશક વાવાઝોડાં તથા માવઠાની આ બેવડીમારથી અન્નદાતાઓને બચાવવા માટે લાંબા ગાળાની નીતિઓ ઘડવી પડશે. હાલ તો મુરાસુ વાવાઝોડાના ખતરા વચ્ચે ૧૧ રાજ્યોના કરોડો ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે અને દેશનો કૃષિ વર્ગ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો

જાહેરાત