Video: બદ્રીનાથ ધામમાં હિમવર્ષા

સોર્સ: gstv

ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં હિમવર્ષા થતાં સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. હિમવર્ષાને કારણે બદ્રીનાથ ધામનું વાતાવરણ અત્યંત મનમોહક બન્યું છે. મંદિર પરિસર સહિત આસપાસના પર્વતીય વિસ્તારોમાં બરફની સુંદર ચાદર જોવા મળી રહી છે. હિમવર્ષા બાદ સમગ્ર વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. બરફાચ્છાદિત પર્વતો અને ધામના સુંદર નજારાએ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓનું ધ્યાન ખેંચ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત