Video: પીવાના પાણીની માંગ સાથે મહિલાઓ બાળકોને લઈ પાણીની ટાંકી પર ચઢી, નવ કલાક સુધી વિરોધ

મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના ગોધન ખેડા ગામમાં પાણીની ગંભીર અછતને લઈને મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પીવાનું પાણી પૂરું પાડવાની માંગ સાથે મહિલાઓ બાળકોને લઈને ગામની પાણીની ટાંકી પર ચઢી ગઈ હતી. મહિલાઓએ ટાંકી પર રહી સતત નવ કલાક સુધી વિરોધ નોંધાવ્યો હતો. ગામમાં લાંબા સમયથી પાણીની સમસ્યા હોવાના કારણે મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. પીવાના પાણીની વ્યવસ્થા કરવાની માંગ સાથે મહિલાઓએ તંત્રનું ધ્યાન દોર્યું હતું.








