Video: મોરદાબાદમાં મહિલાઓનું કરવા ચોથ વ્રતપરંપરાગત વિધિથી કરી વિશેષ પૂજા

ઉત્તર પ્રદેશના મોરદાબાદમાં પરિણિત મહિલાઓ દ્વારા કરવા ચોથનો પવિત્ર તહેવાર ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. મહિલાઓએ પતિના અખંડ સૌભાગ્ય અને દીર્ઘાયુની કામના સાથે નિર્જળા વ્રત રાખ્યું હતું અને સાંજના સમયે સામૂહિક રીતે પરંપરાગત પૂજા-અર્ચના કરી હતી. સુંદર શણગાર સજેલી મહિલાઓએ કરવા ચોથની કથા સાંભળીને વિધિવિધાન પૂર્ણ કર્યા હતા અને ચંદ્રદર્શન કરી પોતાના વ્રતના પારણા કર્યા હતા.







