Video: CEC જ્ઞાનેશ કુમાર સામે કાર્યક્રમ, ખડગેના નિવાસે નેતાઓની બેઠક

દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે 30 ઓક્ટોબરે યોજાનારા ઇન્ડિયા ગઠબંધનના ‘પબ્લિક ઇમ્પીચમેન્ટ’ કાર્યક્રમને લઈને રાજકીય હલચલ તેજ બની છે. કાર્યક્રમની રણનીતિ નક્કી કરવા માટે વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને એકઠા થઈ રહ્યા છે. બેઠકમાં કાર્યક્રમના આયોજન અને આગળની રણનીતિ અંગે ચર્ચા થવાની શક્યતા છે. ચૂંટણી પંચની કામગીરી અને મુખ્ય ચૂંટણી કમિશનરની ભૂમિકાને લઈને વિપક્ષી પક્ષો અગાઉ પણ સવાલો ઉઠાવી ચૂક્યા છે. 30 ઓક્ટોબરે યોજાનારા કાર્યક્રમને લઈને વિપક્ષી નેતાઓની તૈયારીઓ પર સૌની નજર છે. બેઠકની અંદરના દૃશ્યો પણ સામે આવ્યા છે. જોકે, બેઠકમાં લેવાયેલા અંતિમ નિર્ણયો અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.





