મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો

સોર્સ: gstv

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા પવિત્ર શ્રી ગંગોત્રી ધામમાં અચાનક હવામાન પલટાતા મનોહર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર મંદિર પરિસર અને આસપાસની પહાડીઓ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે. આ તાજી હિમવર્ષાને પગલે સમગ્ર વિસ્તારમાં તાપમાનમાં ભારે ગરકાવ જોવા મળ્યો છે અને તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આહલાદક વાતાવરણ વચ્ચે દર્શનાર્થે પહોંચેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તીવ્ર ઠંડીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સ્થાનિક રહીશો અને યાત્રાળુઓને ગરમ કપડાં સાથે રાખવા તેમજ હવામાનની સ્થિતિ પ્રત્યે સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો