મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અકસ્માતદંપતી અને બાળકના મોત

સોર્સ: gstv

હરિયાણાના ગુરુગ્રામમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડતી એક કાર રોડ પર ઊભેલી સ્થિર બસ સાથે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર દુર્ઘટના ઘટી હતી. આ કરૂણ અકસ્માતમાં એક જ પરિવારના દંપતી અને તેમના એક બાળક સહિત ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે પરિવારના અન્ય બે બાળકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો