Video: રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની રેલી પહેલા અભિજીત દીપ્કેની મમતા દીદી સાથે મુલાકાત

કોકરોચ જનતા પાર્ટીના પ્રમુખ અભિજીત દીપકે શનિવારે તૃણમૂલ કોંગ્રેસના વડાં અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. ઇન્ડિયા ગઠબંધન દ્વારા દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી રેલી પહેલા થયેલી આ બેઠક રાજકીય રીતે મહત્વની માનવામાં આવી રહી છે.અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આશુતોષ રાંકા અને સૌરવ દાસની ગેરકાયદે ધરપકડ દરમિયાન સીજેપીને સમર્થન આપવા બદલ તેમણે મમતા બેનર્જીનો આભાર માન્યો હતો. આ ઉપરાંત, ચૂંટણીમાં કૌભાંડ સામે ઇન્ડિયા ગઠબંધનની રેલીને લઈને પણ બંને નેતાઓએ એકતા વ્યક્ત કરી હતી.







