Video: દિલ્હીમાં નો PUC નો ફ્યુઅલ

દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે 'નો PUC, નો ફ્યુઅલ' નિયમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) વગરના વાહનોને પેટ્રોલ અને ડીઝલ આપવાની મનાઈ કરવામાં આવી છે. બીજી તરફ દિલ્હીના મોતીબાગ વિસ્તારમાં ભારે પ્રદૂષણના કારણે ધુમ્મસ જેવી ચાદર છવાઈ ગઈ હતી. હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતા વાતાવરણમાં ધૂંધળાશ જોવા મળી રહી છે. પ્રદૂષણની અસરને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર થવાની આશંકા છે. તંત્ર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
જાહેરાત








