મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ઉત્તરાખંડ: જોશીમઠમાં હેલિકોપ્ટર ક્રેશ, ચારના મોત, સેનાએ બચાવ કામગીરી હાથ ધરી

સોર્સ: gstv

ઉત્તરાખંડના જોશીમઠ નજીક એક મોટો હેલિકોપ્ટર અકસ્માત સર્જાયો છે. બદ્રીનાથથી દહેરાદૂન આવી રહેલું ટ્રાન્સ ભારત એવિએશનનું હેલિકોપ્ટર ખડક સાથે અથડાતાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાઇલટ સહિત ૬ લોકો સવાર હતા, જેમાંથી ૪ લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.તમામ મુસાફરો બેંગલુરુના હોવાનું જાણવા મળ્યું છે. ખરાબ હવામાન હોવા છતાં બદરીનાથથી દહેરાદૂન માટે ઉડાન ચાલુ રાખવામાં આવી હતી. બપોરે અંદાજે એકવાગ્યે ઉપડેલું આ હેલિકોપ્ટર અચાનક ગુમ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ SDRF અને સેનાની ટીમોએ સ્થળ પર પહોંચી તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સુરક્ષાના ભાગરૂપે પ્રશાસને ટ્રાન્સ ભારત એવિએશન પ્રાઇવેટ લિમિટેડના તમામ હેલિકોપ્ટરોની ઉડાન પર હાલ પૂરતો રોક લગાવી દીધી છે.

આ સમાચાર શેર કરો