મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સમાં કેબિનેટ ફેરબદલ સામે 15થી વધુ ધારાસભ્યોની બેઠક

સોર્સ: gstv

જમ્મુ-કાશ્મીરમાં સત્તાધારી નેશનલ કોન્ફરન્સમાં કેબિનેટ ફેરબદલ બાદ આંતરિક અસંતોષ સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા મંત્રીઓને હટાવવાની માંગ પણ ઉઠી છે. બીજી તરફ, નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ નવા મંત્રી અલી મોહમ્મદ સાગરને પાર્ટીના મહાસચિવ પદે યથાવત રહેવા સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નારાજ નેશનલ કોન્ફરન્સ અને અપક્ષ સહિત 15થી વધુ ધારાસભ્યોએ શ્રીનગરમાં બેઠક યોજી હતી. ધારાસભ્યોએ તાજેતરના કેબિનેટ ફેરબદલ સામે નારાજગી વ્યક્ત કરી અને આગામી રાજકીય રણનીતિ અંગે ચર્ચા કરી હતી.

આ સમાચાર શેર કરો