Video: 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી, કેટલાક રાજ્યોને રાહત

કેન્દ્ર સરકારે દેશભરમાં વસ્તીગણતરીની સત્તાવાર તારીખો જાહેર કરી દીધી છે. દેશભરમાં વસ્તીગણતરીની કામગીરી 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 સુધી ચાલશે. જોકે, બરફવાળા વિસ્તારો અને જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે તેને બાદ કરતાં બાકીના સમગ્ર દેશમાં આ કામગીરી નિર્ધારિત સમય અનુસાર હાથ ધરવામાં આવશે. આ વસ્તીગણતરી માટે રેફરન્સ ડેટ તરીકે 1 માર્ચ 2027 નક્કી કરવામાં આવી છે. સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આગામી સમયમાં જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, ત્યાં આ સમયગાળા દરમિયાન વસ્તીગણતરી નહીં થાય. જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અતિશય હિમવર્ષા અને બરફથી ઢંકાયેલા વિસ્તારો જેવા કે લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના બરફવાળા વિસ્તારોને પણ હાલ પૂરતી આ ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.








