Video: દિલ્હીમાં ઓક્ટોબર મહિનામાં હવામાને 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો, મહત્તમ તાપમાન 20.7 ડિગ્રી

દિલ્હીમાં 30 ઓક્ટોબરે હવામાને 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સફદરજંગ હવામાન કેન્દ્રમાં મહત્તમ તાપમાન 20.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે 1951 પછી ઓક્ટોબર મહિનામાં નોંધાયેલું સૌથી નીચું મહત્તમ તાપમાન છે. આ પહેલાં 25 ઓક્ટોબર 1975ના રોજ મહત્તમ તાપમાન 21.5 ડિગ્રી નોંધાયું હતું. જોકે, 30 ઓક્ટોબરે તાપમાનનો પારો તેનાથી પણ નીચે ઉતરતાં જૂનો રેકોર્ડ તૂટ્યો છે. છેલ્લા 75 વર્ષમાં ઓક્ટોબર મહિનાના કોઈ દિવસે દિવસનું મહત્તમ તાપમાન આટલું નીચું નોંધાયું નથી. ઓક્ટોબરના અંતિમ દિવસોમાં દિલ્હીમાં અસામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.








