Video: દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની રેલી પહેલાં ભાજપે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો મામલે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી

દિલ્હીના શીખ બહુલ વિસ્તાર હરિનગરથી તિલકનગર સુધી યોજાયેલી આ પ્રોટેસ્ટ માર્ચનું નેતૃત્વ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કર્યું હતું. આ કૂચમાં દિલ્હી ભાજપના નેતા રેખા ગુપ્તા, પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રા, મનજિંદર સિંહ સિરસા અને વરિષ્ઠ વકીલ એચ.એસ. ફૂલકા સહિત અનેક શીખ અગ્રણીઓ જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આક્રમક નિવેદન આપતા જણાવ્યું હતું કે ૧૯૮૪માં શીખો વિરુદ્ધ થયેલી હિંસા એ કોઈ સામાન્ય રમખાણ કે અચાનક બનેલી ઘટના નહોતી, પરંતુ તે એક સુનિયોજિત નરસંહાર હતો, અને કોંગ્રેસે આ માટે દેશની માફી માંગવી જ પડશે
જાહેરાત







