મુખ્ય સામગ્રી પર જાઓ

Video: કોડાડમાં 75 લાખના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા

સોર્સ: gstv

તેલંગાણાના કોડાડમાં ઈગલ ફોર્સ અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં અંદાજે 75 લાખ રૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આંતરરાજ્ય સ્તરે ગાંજાની હેરાફેરી કરતા હોવાના આરોપસર બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો