IND vs NZ / ભારતીય ટેસ્ટ ટીમમાં મોટો ફેરફાર, કુલદીપ યાદવ બહાર; આ ખેલાડીને મળ્યું સ્થાન

IND vs NZ / ભારતીય ટેસ્ટ ટીમમાં મોટો ફેરફાર, કુલદીપ યાદવ બહાર; આ ખેલાડીને મળ્યું સ્થાન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારતની સિલેક્શન કમિટીએ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે રહેલી ભારતીય ક્રિકેટ ટીમની સ્કવોડમાં બે મોટા ફેરફારો કર્યા છે. યુવા ફાસ્ટ બોલર ગુરનુર બરારને 19 નવેમ્બર, 2026થી વેલિંગ્ટનમાં શરૂ થનારી બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દરમિયાન, ચાઈનામેન સ્પિનર ​​કુલદીપ યાદવને ટેસ્ટ ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે જેથી તે ઘરે પરત ફરી શકે અને ચાલુ સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે. ભારતીય ટીમ માટે રાહતના સમાચાર એ છે કે સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત વેલિંગ્ટન પહોંચી ગયો છે અને ટેસ્ટ ટીમમાં જોડાયો છે.

ODI સિરીઝ છોડી ટેસ્ટ ટીમમાં જોડાયો

ટેસ્ટ ટીમમાં સમાવેશ થયા પછી ગુરનુર બરાર હવે સીધો ટેસ્ટ ટીમમાં જોડાયો છે અને ન્યુઝીલેન્ડ સામેની પાંચમી અને અંતિમ ODI માટે ઉપલબ્ધ નહીં રહે. ભારતીય સિલેક્શન કમિટીએ અંતિમ ODI માટે બરારના સ્થાને કોઈની જાહેરાતનથી કરી. ગુરનુર બરારનો અત્યાર સુધીનો પ્રવાસ શાનદાર રહ્યો છે, તેણે ત્રણ ODIમાં નવ વિકેટ લીધી છે. તે હાલમાં ODI સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

જાહેરાત

બીજી બાજુ, કુલદીપ યાદવે આ ODI સિરીઝમાં ફક્ત એક જ મેચ રમી છે અને તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. તેને બે ઓવલ ખાતે ચોથી ODI માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે આઠ ઓવરમાં 73 રન આપ્યા અને કોઈ વિકેટ લીધી નહીં.

ભારતની અપડેટેડ ટેસ્ટ ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ, સાઈ સુદર્શન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ગુરનુર બરાર.

ભારતની અપડેટેડ ODI ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર/વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર, કુલદીપ યાદવ.

આ સમાચાર શેર કરો

જાહેરાત