PM મોદીનો અંબાજી દર્શનનો કાર્યક્રમ રદ, ગાંધીનગર લોકભવનમાં જ કરશે રાત્રિ રોકાણ

PM મોદીનો અંબાજી દર્શનનો કાર્યક્રમ રદ, ગાંધીનગર લોકભવનમાં જ કરશે રાત્રિ રોકાણ
તસવીર: Google
આ સમાચાર સાંભળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 13 અને 14 નવેમ્બરના રોજ તેઓ ગુજરાતની મુલાકાતે આવશે. જોકે, 14 નવેમ્બરે તેમનો અંબાજી મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચનાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન મંદિરમાં ભક્તોની વધુ ભીડ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન અંબાજી નહીં જાય. તેઓ ગાંધીનગરના લોકભવનમાં જ રોકાણ કરશે.

ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ 

વડાપ્રધાન 13 નવેમ્બરે ગાંધીનગર પહોંચશે અને લોકભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન તેઓ ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજશે. રાત્રિભોજન સાથે આયોજિત આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે.

આ ઉપરાંત રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર અને સંગઠનની કામગીરી અંગે વડાપ્રધાન માર્ગદર્શન આપે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ટૂંકા ગાળામાં થયેલા ગુજરાત પ્રવાસને રાજકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત