Video: સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજને ભવ્ય અન્નકૂટ

સોર્સ: gstv

સ્વામિનારાયણ સંપ્રદાયમાં દિપાવલી અને નૂતન વર્ષના પાવન પર્વે યોજાતા અન્નકૂટ ઉત્સવનું એક અનેરું અને વિશેષ આધ્યાત્મિક મહાત્મ્ય રહેલું છે. બેસતા વર્ષ નિમિત્તે ઠાકોરજી સમક્ષ અસંખ્ય પ્રકારના મિષ્ટાન, સ્વાદિષ્ટ વ્યંજનો, ફરસાણ, સૂકો મેવો તથા વિવિધ ઋતુગત શાકભાજીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવે છે.


આ પાવન પરંપરા અંતર્ગત અમદાવાદ સ્થિત  સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર ખાતે બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ સમક્ષ દિવ્ય અને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારની વાનગીઓ અને કલાત્મક શણગાર સાથે સજાવેલા અન્નકૂટ દર્શનનો લાભ લઈ હજારો હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી

જાહેરાત

.આ પાવન અવસરે સંસ્થાન ખાતે વેપારી ભક્તો દ્વારા નૂતન વર્ષમાં વેપાર-રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા શુભ આશય સાથે ઠાકોરજી સમક્ષ વિધિવત્ ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. વર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજની દિવ્ય પ્રેરણાથી ઉપસ્થિત સદ્ગુરુ સંતોએ સર્વે ભક્તો-વેપારીઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત