Video: નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં આવેલી એક પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. દુકાનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના કાળા ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દુકાનમાં રહેલો લાખો રૂપિયાનો પ્લાસ્ટિકનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આગ કયા કારણોસર લાગી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
જાહેરાત






