Video: શિયાળાની શરૂઆત સાથે દૂધ સાગર ડેરીમાં દૂધની આવકમાં વધારો; ડિસેમ્બર-જાન્યુઆરીમાં દૈનિક 50 લાખ લિટર પહોંચવાનો અંદાજ

રાજ્યમાં શિયાળાની મોડી શરૂઆત વચ્ચે દૂધની આવકમાં ઉત્સાહજનક વધારો નોંધાઈ રહ્યો છે, જેમાં હજુ પીક સીઝન એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં દૂધની આવક દૈનિક પચાસ લાખ લિટર સુધી પહોંચવાનો અંદાજ દૂધ સાગર ડેરી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે જે ગત વર્ષની સરખામણીએ વધુ છે. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો પશુપાલકોને વર્ષના અંતે સારા ભાવ મળવાના કારણે દર વર્ષે આ સેક્ટરમાં આઠથી દસ ટકાનો સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ યુવાનોમાં આધુનિક ફાર્મિંગના વધતા રસથી દૂધ ઉત્પાદનમાં વધુ સકારાત્મક અને રિવોલ્યુશનરી પરિણામો મળવાની શક્યતા વ્યક્ત કરી
જાહેરાત








