Video: ગાંધીનગરના વિકાસને પ્રાથમિકતા, રોડ, પાણી અને આરોગ્ય સુવિધાઓ પર ભાર

સોર્સ: gstv

ગાંધીનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતાની વરણી કરવામાં આવી છે. તેમણે આગામી પાંચ વર્ષ સુધી મળેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ગાંધીનગરના વિકાસ માટે તમામ પદાધિકારીઓ સાથે મળીને કામગીરી કરશે તેવી ખાતરી આપી છે. શહેરમાં રોડ-રસ્તા, ગટર અને પાણીની સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત ગાર્ડન, દવાખાનાં, આરોગ્ય કેન્દ્રો અને આંગણવાડીઓના વિકાસ સહિત બાકી રહેલા કામો આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત