મુખ્ય સામગ્રી પર જાઓ

Video: બનાસકાંઠાને વિકાસની મોટી ભેટ, કૃષિ, પશુપાલન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અનેક પ્રકલ્પો સમર્પિત

સોર્સ: gstv

બનાસકાંઠાના ડીસા-ભીલડી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાની ભેટ સહિત વિકાસના અનેક પ્રકલ્પો સમર્પિત કરવામાં આવ્યા.. કાર્યક્રમમાં 328.77 કરોડ રૂપિયાના BBBRCનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે બનાસ ડેરીના નવા પ્રકલ્પોથી પશુપાલન ક્ષેત્રને વેગ આપવાનો પ્રયાસ કરાયો. પાલનપુર બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટની ક્ષમતામાં વધારો તેમજ 528 કૃષિ પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરવાના કાર્યક્રમનો પણ સમાવેશ થાય છે. રાધનપુર અને થરાદમાં બનાસ બાયો-સીએનજી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, કૃષિ, પશુપાલન અને માળખાકીય સુવિધાઓને જોડતા આ વિકાસકાર્યોથી બનાસકાંઠાના વિકાસને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

આ સમાચાર શેર કરો