મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાણીની તંગી મુદ્દે રાજકોટા મેયરનું પાણીદાર નિવેદન

સોર્સ: gstv

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આ વર્ષે ઓછો વરસાદ પડ્યો હોવાથી પાણીની ચિંતા વધી હતી. જોકે, આ અંગે સ્પષ્ટતા કરતા મેયર નેહલ શુક્લે જણાવ્યું હતું કે રાજકોટમાં કોઈ જળસંકટ સર્જાશે નહીં.

મેયરે કહ્યું કે, હાલ ડેમમાં માત્ર એક મહિનો ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે. પરંતુ દિવાળીના તહેવાર પહેલા જ શહેરની જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રભરને પૂરતું પાણી મળી રહે તેવું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ તંત્ર દ્વારા નાગરિકોને પાણીનો બિનજરૂરી વેડફાટ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો