Video: રાજકોટમાં માધાપર ચોકડી પાસે મંડપ સર્વિસનું ગોડાઉન બળીને ખાખ

રાજકોટના વ્યસ્ત વિસ્તાર ગણાતા માધાપર ચોકડી પાસે મંડપ સર્વિસના એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મંડપનો સામાન અને જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર ફાઈટરની ટીમે યુદ્ધના ધોરણે આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અંકબંધ છે પરંતુ મોટાપાયે આર્થિક નુકસાનીનો અંદાજ છે.








