Video: બહુચરાજી મંદિરમાં દાનની ગણતરી શરૂ, દસ દિવસ ચાલશે કામગીરી

બહુચરાજી મંદિરમાં છેલ્લા અઢી વર્ષથી કોથળામાં એકત્રિત કરવામાં આવેલી દાનની રકમની ગણતરી આજથી શરૂ કરવામાં આવી છે. દાનની રકમ ગણવાની આ પ્રક્રિયા આગામી 10 દિવસ સુધી એટલે કે 6 નવેમ્બર સુધી ચાલશે. ગણતરીની કામગીરી માટે એક નાયબ કલેક્ટર, એક મામલતદાર, બે નાયબ મામલતદાર અને ત્રણ મહેસૂલી તલાટીની નિમણૂક કરવામાં આવી છે. ગેરરીતિ અટકાવવા માટે રોકડ ગણતરીનું સીસીટીવી કેમેરા દ્વારા સતત લાઇવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાના ભાગરૂપે ગણતરીમાં જોડાયેલા કર્મચારીઓને વધુ ખિસ્સાવાળાં કપડાં અને મોજાં પહેરવા પર પ્રતિબંધ મૂકાયો છે. ઉપરાંત ભંડાર કક્ષમાં મોબાઇલ, પાકીટ, રોકડ અને સોના-ચાંદીના દાગીના લઈ જવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.








