મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સ્વદેશી મેળામાં સ્થાનિક કારીગરો અને વેપારીઓને પ્રોત્સાહન

સોર્સ: gstv

મોરબીમાં સ્વદેશી મેળો 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી યોજાનારા આ મેળાનું ઉદ્ઘાટન પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે યોજાતા મેળામાં સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવશે. મેળામાં મરાઠી નૃત્ય, નુક્કડ નાટક, હાસ્ય કાર્યક્રમ, લોકડાયરો અને જાદુગરના કાર્યક્રમ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રભારી મંત્રીએ નાગરિકોને મેળાની મુલાકાત લઈ સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો