મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં શિયાળાની શરૂઆતમાં જ શુદ્ધ પીવાના પાણીની પારાયણ

સોર્સ: gstv

સુરતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી નળમાં પીળા કલરનું અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. તાજેતરમાં જ ચોમાસું પૂર્ણ થયું હોવા છતાં પાલિકા લોકોને શુદ્ધ પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહી છે. આ ગંદા પાણીના કારણે શહેરમાં ઝાડા, ઉલટી અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, શાસકો અને તંત્ર સંતોષકારક જવાબ આપવાને બદલે ઓછા વરસાદ અને કોઝવેમાં પાણીનું ઓછું લેવલ હોવાનું તથા લીલ અને જળકુંભીનું બહાનું ધરી હાથ ખંખેરી રહ્યા છે. જોકે, ખુદ એસએમસીના શાસક પક્ષના નેતાએ ગંદુ પાણી આવતું હોવાનો સ્વીકાર કરી કમિશનરને રજૂઆત કરી છે. હાલ તંત્ર દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવાની સૂચના અપાઈ રહી છે.

આ સમાચાર શેર કરો