મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઉમરગામ આવેલા પ્રવીણ તોગડિયાએ એસઆઈઆર અને હિન્દુત્વના મુદ્દે વ્યક્ત કર્યો મત

સોર્સ: gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી પ્રવીણ તોગડિયાએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે દેશમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા અને મતદાર યાદીમાંથી નામો ઓછાં થવાના મુદ્દે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. ઉમરગામ તાલુકાના વિવિધ વિસ્તારોની મુલાકાત દરમિયાન તેમણે હિન્દુત્વ અંગે સંબોધન કર્યું હતું. તેમણે દરેક ઘરમાં હનુમાન ચાલીસાના પાઠ થાય તેવો સંદેશ આપ્યો હતો. ઉમરગામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી પ્રવીણ તોગડિયાએ લોકોને રોગમુક્ત રહેવા અને એકબીજાને મદદરૂપ બનવાની અપીલ પણ કરી હતી.

આ સમાચાર શેર કરો