Video: બોટાદમાં 1 કરોડના ખર્ચે બનેલા રોડમાં કટકીના એંધાણ!

બોટાદના કૃષ્ણસાગર તળાવ પાસે આવેલ બાયપાસ રોડની આ તસવીરો રોડની કામગીરી અને ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા કરી રહી છે. એમ.ડી. હાઈસ્કૂલ પાસેથી પસાર થઈ તુરખા રોડ સુધી જોડાતા આ બાયપાસ રોડની લંબાઈ અંદાજે 1300 મીટરથી વધુ છે. આ ડામર રોડનું નિર્માણ અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે ડામરથી કરવામાં આવ્યું હતું. જોકે, રોડ બન્યાના માત્ર આઠ મહિનામાં જ અનેક જગ્યાએ મોટા ખાડા પડી જતાં રોડની હાલત કથળી ગઈ છે. વાહનચાલકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની સ્થિતિ એક કરોડની વપરાશમાં કટકીનો ઈશારો કરી રહી છે. કટકી કેટલી થઈ એ તો કટકી કરનાર જ કહી શકે.








