Video: માથાસુરમાં વ્યાજબી ભાવની દુકાન સીલ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના માથાસુર ગામે વ્યાજબી ભાવની દુકાનને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે. દુકાનની આકસ્મિક તપાસ દરમિયાન દુકાનદાર પટેલ ભુપેન્દ્રભાઈ સ્થળ પર ગેરહાજર જણાયા હતા. મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં તેઓ હાજર થયા ન હોવાનું જાણવા મળ્યું છે. આથી તંત્રએ દુકાનને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી સીલ રાખવાનો નિર્ણય લીધો છે. સાથે જ સીલને બિનઅધિકૃત રીતે ખોલવાનો પ્રયાસ કરવામાં આવશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.







