Video: દિવાળીના તહેવાર પહેલાં પરચૂરણની વ્યવસ્થા કરવાની માંગ

દિવાળીના તહેવારને લઈને લાઠી શહેરમાં ખરીદી અને વેપારની ગતિવિધિઓ વચ્ચે પરચૂરણની અછતનો પ્રશ્ન સામે આવ્યો છે. બે, પાંચ અને દસ રૂપિયાની નોટો તેમજ સિક્કા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે લાઠી ચેમ્બર ઑફ કોમર્સના આગેવાનો અને વેપારીઓ એસબીઆઈની લાઠી શાખાએ પહોંચ્યા હતા. વેપારીઓએ બેંકના મેનેજરને આવેદનપત્ર આપીને પરચૂરણની વ્યવસ્થા યોગ્ય રીતે કરવા રજૂઆત કરી હતી. દિવાળીના તહેવાર દરમિયાન વેપારીઓને પરચૂરણ સરળતાથી મળી રહે તે માટે યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.







