મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગોધરાના સાંપા રોડ પર એશિયન પેઇન્ટ્સના શોરૂમમાં ભીષણ આગ, મોટા નુકસાનની શક્યતા

સોર્સ: gstv

પંચમહાલ જિલ્લાના ગોધરામાં સાંપા રોડ પર આવેલા એશિયન પેઇન્ટ્સના મોટા શોરૂમમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર શોરૂમમાં આગ ફેલાઈ ગઈ હતી. શોરૂમમાં કલર સહિતની જ્વલનશીલ સામગ્રી હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી અને શોરૂમ આગની લપેટમાં આવી ગયો હતો.

મોટા નુકસાનની શક્યતા

ઘટનાની જાણ થતાં ગોધરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. આગની તીવ્રતાને કારણે શોરૂમને ભારે નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે.

જોકે, પ્રાથમિક માહિતી મુજબ શોરૂમની અંદર કોઈ વ્યક્તિ ફસાઈ હોવાના સમાચાર મળ્યા નથી. આ ઉપરાંત, અત્યાર સુધી જાનહાનિના પણ કોઈ અહેવાલ સામે આવ્યા નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. ફાયર વિભાગની કામગીરી અને તપાસ બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

આ સમાચાર શેર કરો