મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે પીઠડીયાના ખેડૂતો મેદાનમાં ઉતર્યા

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જેતપુર તાલુકાના પીઠડીયા ગામના ખેડૂતોએ પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કર્યું છે. ખેડૂતો વડાપ્રધાન, મુખ્યમંત્રી, સાંસદો, ધારાસભ્યો અને કૃષિમંત્રીને પોસ્ટકાર્ડ લખીને પોતાની રજૂઆત કરી રહ્યા છે. ખેડૂતોની મુખ્ય માંગ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની અને પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની છે. ખેડૂતોનો સવાલ છે કે રાજ્યના અન્ય ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હોય તો રાજકોટને શા માટે બાકાત રાખવામાં આવ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, મોંઘા બિયારણ અને ખાતર પાછળ ખર્ચ કરવા છતાં વરસાદના અભાવે ચોમાસુ પાક નિષ્ફળ જતાં આર્થિક મુશ્કેલી વધી છે.

આ સમાચાર શેર કરો