મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગુજરાતમાં રખડતા શ્વાનની નસબંધીનો 17 જિલ્લાનો ડેટા ગાયબ

સોર્સ: gstv

હાઇકોર્ટમાં રજૂ થયેલા સરકારી ડેટામાં મોટી ખામીઓ સામે આવી છે. રાજ્યના ૩૪ જિલ્લાઓમાંથી માત્ર ૧૭ જિલ્લાની જ વિગતો રજૂ કરવામાં આવી હતી, જ્યારે બાકીના ૧૭ જિલ્લાનો ડેટા ગાયબ હતો. છેલ્લા છ મહિનાની નસબંધી અને રસીકરણના આંકડા અધૂરા હોવાથી શ્વાનની વસ્તી નિયંત્રણના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અનેક જિલ્લાઓમાં એનિમલ બર્થ કન્ટ્રોલ (ABC) સેન્ટરનો પણ અભાવ જોવા મળ્યો છે.આ સાથે જ કોર્ટે શ્વાનને અપાતી રસી કઈ કંપની બનાવે છે અને તેનાથી થતી સંભવિત આડઅસર અંગે પણ વિસ્તૃત માહિતી માંગી છે. અરજદાર પક્ષે પણ જિલ્લાવાર કામગીરી અધૂરી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.નસબંધી અને રસીકરણની અસરકારકતા અંગે સ્પષ્ટતા માંગતા આ મામલે આગામી અઠવાડિયે ફરી સુનાવણી હાથ ધરાશે.

આ સમાચાર શેર કરો