મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સુરક્ષામાં તહેનાત PSI તનવીર સિંહ ઝાલાએ કરી આત્મહત્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સુરક્ષામાં તહેનાત  PSI તનવીર સિંહ ઝાલાએ કરી આત્મહત્યા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાતના પાટનગર ગાંધીનગરથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. આ અહેવાલ પોલીસ બેડાને હચમચાવી નાખે તેવા છે. સેક્ટર 27માં રહેતા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સુરક્ષામાં તહેનાત એવા PSI તનવીર સિંહ ઝાલાએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. 

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઝાલા છેલ્લા ઘણાં સમયથી ગાંધીનગરમાં જ ફરજ પર તહેનાત હતા. તેમના આવા પગલાથી તેમના સાથીકર્મીઓ પણ આઘાત પામી ગયા છે. હાલમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

શું હતું આત્મહત્યાનું કારણ?

હાલમાં પ્રાથમિક માહિતી એવી છે કે ઘરમાં ઝઘડાને કારણે પીએસઆઈ ઝાલાએ આત્મહત્યા કરવાનું પગલું ભર્યું છે. જોકે હજુ પોલીસ આ મામલે ચોક્કસ કારણ જાણવા માટે પ્રયાસો કરી રહી છે. હાલમાં પીએસઆઈ ઝાલાના સાથીઓ અને મિત્રો તથા તેમના પરિજનોની પુછપરછ કરવામાં આવી રહી છે જેથી ઘટનાનુ સાચુ કારણ જાણી શકાય. કોઈ સ્યુસાઈડ નોટ પણ હજુ સુધી પોલીસના હાથે લાગી નથી.

આ સમાચાર શેર કરો