મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભરૂચમાં કોંગ્રેસના ચૂંટણી પંચ સામે આક્ષેપો

સોર્સ: gstv

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ‘વોટ બચાવો, દેશ બચાવો’ના સૂત્ર સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં દક્ષિણ ઝોનનાં ઇન્ચાર્જ ચારુલતા ટોકસેએ ચૂંટણી પંચ ભાજપ સરકારના દબાણ હેઠળ કામ કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે મતદાર યાદીની SIR પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવી ચૂંટણી પંચની કામગીરી સામે વાંધો વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ પણ ચૂંટણી પંચ અને ભાજપ સરકારની ભૂમિકા અંગે આક્ષેપો કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત પક્ષના અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયાને લઈને પોતાના સવાલો ઉઠાવતાં રાજકીય ચર્ચા તેજ બની છે.

આ સમાચાર શેર કરો