Video: રાજકોટમાં દંપતીના આપઘાત કેસમાં પાંચ લોકો સામે નોંધાયો ગુનો

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીના આપઘાતના કેસમાં ભક્તિનગર પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોરબીના ગોગન કાળાભાઈ બધિયા, રાજકોટના નિઝામ અબ્બાસભાઈ ઢુસા અને ફકરૂ નિશા મહમદ હુસેન બુખારીનો સમાવેશ થાય છે. પાંચ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્રણ આરોપીઓની ધરપકડ બાદ હવે બાકીના બે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.







