મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દસક્રોઈના વાંચમાં ફટાકડા એકમોમાં મોકડ્રીલ

સોર્સ: gstv

અમદાવાદના દસક્રોઈ તાલુકાના વાંચ ગામે ફટાકડાના ઉત્પાદન એકમોમાં ઇમરજન્સી વ્યવસ્થાની ચકાસણી માટે સંયુક્ત મોકડ્રીલ યોજાઈ હતી. SDM કચેરી, પોલીસ, ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોએ આ મોકડ્રીલમાં ભાગ લીધો હતો. ઔદ્યોગિક સલામતી અને શ્રમ વિભાગ દ્વારા ઉત્પાદન એકમોમાં કાયદાકીય નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. આ સાથે બાળમજૂરી અંગે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોઈ અણધારી દુર્ઘટના સર્જાય તો સંબંધિત વિભાગો કેટલી ઝડપથી ઘટનાસ્થળે પહોંચી શકે તે માટે ઇમરજન્સી રિસ્પોન્સ ટાઇમની ચકાસણી કરવામાં આવી હતી. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફટાકડા ઉત્પાદન એકમોમાં સલામતીનાં ધોરણોનું પાલન થાય તે માટે આ કામગીરી હાથ ધરાઈ હતી.

આ સમાચાર શેર કરો