Video: કેનેડાના વર્ક પરમિટ અને PR વિઝાના નામે વેપારી સાથે ₹૫૦ લાખની છેતરપિંડી, અમદાવાદના દંપતી સામે ગુનો દાખલ

મહેસાણામાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડી આચરતો વધુ એક ગંભીર ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે. મહેસાણાની તિરૂપતી શાહીબાગ ટાઉનશીપમાં રહેતા વેપારી હિરેનભાઈ પટેલને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા આરોપી કુશલકુમાર નવીનચંદ્ર પટેલ અને તેમની પત્ની અવનીબેને કેનેડાના વર્ક પરમિટ તથા PR વિઝા અપાવવાની લાલચ આપી હતી. જો કામ નહીં થાય તો નાણાં પરત આપી દેવાનો ભરોસો આપી આરોપીઓએ અલગ-અલગ સમયે ટુકડે-ટુકડે કુલ પચાસ લાખ રૂપિયા મેળવી લીધા હતા. નાણાં પડાવી લીધા બાદ આરોપી દંપતી પોતાની ઓફિસ બંધ કરીને નાસી છૂટ્યું હતું. પોતાની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ થઈ હોવાની જાણ થતાં ભોગ બનનાર વેપારીએ અમદાવાદના ઠગ દંપતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.






