Video: વડોદરામાં ભાજપની લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો પદયાત્રા

વડોદરામાં ભાજપ દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ના નારા સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે એક કિલોમીટર લાંબી આ પદયાત્રા રાજમહેલ રોડ, કીર્તિસ્તંભ, માર્કેટ ચાર રસ્તા, ફાયર સ્ટેશન ચાર રસ્તા, ટાવર ચાર રસ્તા અને કોઠી ચાર રસ્તા થઈ ફરી નવલખી મેદાન ખાતે પૂર્ણ થઈ હતી. પદયાત્રા દરમિયાન કાર્યકરોએ લોકતંત્ર બચાવવા અને અરાજકતા દૂર કરવાના નારા લગાવ્યા હતા. સમગ્ર મધ્ય ગુજરાતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિને પગલે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.








