મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જંબુસરમાં સફાઈ કામદારોની હડતાળ સમાપ્ત

સોર્સ: gstv

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકાના સફાઈ કામદારોની વિવિધ પડતર માંગણીઓને લઈને છેલ્લા સાત દિવસથી ચાલી રહેલી હડતાળનો આઠમા દિવસે સુખદ અંત આવ્યો છે. જંબુસર વેપારી એસોસિએશનના પ્રમુખ અને ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રકાંતભાઈએ મધ્યસ્થી કરીને ધારાસભ્ય ડી.કે. સ્વામી સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ સફાઈ કામદારોની માંગણીઓ અંગે ચર્ચા થતાં સમાધાનનો માર્ગ ખુલ્યો હતો. ખાસ કરીને સફાઈ કામદારોને કાયમી કરવાની માંગણી અંગે ધારાસભ્યે સરકાર સમક્ષ રજૂઆત કરવા તેમજ સંબંધિત કોર્ટ કેસમાં મદદરૂપ થવાની બાંહેધરી આપી હોવાનું જાણવા મળ્યું છે. હડતાળનો અંત આવતાં જંબુસરના નાગરિકોને રાહત મળવાની આશા છે. હવે આવતીકાલથી સફાઈ કામદારો ફરજ પર પરત ફરશે અને શહેરમાં સફાઈ કામગીરી ફરી શરૂ થશે.

આ સમાચાર શેર કરો